નોટબંધીના આટલા વર્ષો બાદ પણ તિરુપતિ બાલાજીમાં જૂની ચલણી નોટોનું દાન રહ્યું ચાલું

admin
2 Min Read

નોટબંધીને ચાલુ વર્ષે નવેમબરમાં ચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે. જોકે, હજુ પણ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં 500 અને 1000ના દરની જૂની ચલણી નોટોનો જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. કોરોનાના કારણે લોકડાઉન બાદથી આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરમાં પણ દાનની આવકમાં ઘટાડો થયો છે.

ત્યારે એવી માહિતી સામે આવી છે કે તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓથી પાસેથી ચઢાવા રૂપે મળેલા 50 કરોડ રૂપિયા નોટબંધી બાદ ઝીરોને બરાબર થઈ ગયા છે. નોટબંદી બાદથી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ જૂની ચલણી નોટો દાન કરતા રહ્યા. ત્યારે હવે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તેઓ આ નોટોને બદલે નવી નોટ ઉપલબ્ધ કરાવે. આ સંદર્ભમાં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધ્યક્ષ વાઇવી સુબ્બા રેડ્ડીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી અને 50 કરોડની જૂની કરન્સીને બેન્કમાં જમા કરાવવાની મંજૂરી માંગી હતી. સાથોસાથ વાઇવી સુબ્બા રેડ્ડીએ વિશેષ સુરક્ષા દળ, GSTમાં છૂટની પણ માંગ કરી છે.

આપને જણાવી દઈએ કે, 16 નવેમ્બર 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં નોટબંધીની જાહેરાત કરી હતી. 16 નવેમ્બરની રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટોને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન 16 નવેમ્બર બાદ પણ તિરુપતિ મંદિરમાં ભક્ત જૂની નોટો જ દાન કરતા રહ્યા, તેના પરિણામ સ્વરૂપે મંદિરના દાન પાત્રોમાં 1000 રૂપિયાની 1.8 લાખ નોટ મળી જેનું મૂલ્ય 18 કરોડ રૂપિયા હતું. બીજી તરફ 500 રૂપિયાની પણ 6.34 લાખ જૂની નોટ મળી જેનું મૂલ્ય 31.7 કરોડ રૂપિયા હતું. એટલે કે આવી જૂની નોટોનું કુલ મૂલ્ય લગભગ 50 કરોડ રૂપિયા હતું.

Share This Article