Dream 11 બન્યું IPL 2020નું ટાઈટલ સ્પોન્સર, કેટલામાં ખરીદી સ્પોન્સરશિપ જાણો

admin
1 Min Read

કોરોના મહામારી વચ્ચે યુએઈમાં રમાનાર આઈપીએલની 13મી સીઝન માટે નવા સ્પોન્સરની પસંદગી કરી લેવામાં આવી છે. ચીનની સાથે સરહદ પર ચાલી રહેલ તણાવ બાદ વીવો આઈપીએલ સ્પોન્સરથી હટ્યા બાદ ફેન્ટસી સ્પોટ્સ કંપની ડ્રીમ 11ને સ્પોન્સરશીપ આપવામાં આવી છે.

(File Pic)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ 2020ના ટાઈટલ સ્પોન્સરશિપનો અધિકાર ફેન્ટસી સ્પોટ્સ લીગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આપ્યા છે.  ડ્રીમ 11 એ 222 કરોડ રુપિયામાં આ સ્પોન્સરશીપ ખરીદી છે.  આ બોલી વીવોની વાર્ષિક 440 કરોડ રુપિયા કરતા 218 કરોડ રુપિયા ઓછી છે.

(File Pic)

બીસીસીઆઈએ કોરોના વાયરસના કારણે ચાલી રહેલ બજારની આર્થિક સ્થિતિને જોતા સ્પોન્સરશીપની રકમ 100 કરોડ ઓછી કરી હતી. મહત્વનું છે કે,  ડ્રીમ 11 પહેલાથી જ બીસીસીઆઈનું પાર્ટનર છે. આઈપીએલની સ્પોન્સરશીપ મેળવવા માટે કંપનીએ પહેલાથી ફેવરિટ માનવામાં આવી રહેલ ટાટા સન્સને પણ પછાડી દીધી છે. ટાટા સન્સ ઉપરાંત બાયજૂસ, રિલાયન્સ જિયો અને અનએકેડમી જેવી ઘણી કંપનીઓ સામેલ હતી. જોકે ડ્રીમ 11 એ તમામને પછાડીને આઈપીએલ 2020ની ટાઈટલ સ્પોન્સરશીપ પોતાને નામે કરી લીધી છે.

Share This Article