મહેસાણા જિલ્લા કલેકટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દર વર્ષે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મહેસાણા કલેકટર કચેરી ખાતે સાંસદશ્રીઓ ,ધારાસભ્યશ્રીઓ,મહાનુંભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. નશાબંધી આબકારી વિભાગ,જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને નશામુક્ત ભારત અભિયાન સમિતિ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે દેશમાં સંપુર્ણ નશાબંધીને વરેલું એકમાત્ર ગુજરાત રાજ્ય છે.આપણી યુવા પેઢી અનેક પ્રકારના ડ્રગ્સ,વ્યસનના સેવનથી આર્થિક,સામાજિક અને શારિરીક નુંકશાન થઇ રહ્યુ છે.પશ્ચીમી સંસ્કૃતિનં અનુંકરણ સમાજ અને દેશને નુંકશાન કરી રહ્યુ છે જેથી રાષ્ટ્રના સમુચિત વિકાસ માટે યુવાનોએ વ્યસનથી દુર રહેવું હિતાવહ છે. યો બીજી બાજુ સંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વ્યસન થકી કુટુંબ અને સમાજને નુંકશાન થાય છે.નશાખોરની આ વિનાશકતાથી દુર રહી આપણા રાષ્ટ્રનું ભવિષ્ય ઉજજ્વળ કરવા કટિબધ્ધ બનીએ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય મહાનુભાવોઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -