ડ્રગ્સ કેસ : રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી, 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી

admin
1 Min Read

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે કલાકો સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી જેમાં રિયાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. રિયાએ એ વાતની પણ કબુલાત કરી છે કે તે સુશાંતને ડ્રગ્સ પુરૂ પાડતી હતી.

હવે આ કેસમાં NCBની માંગ પર રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીને વીડિયો કોન્ફરન્સ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. જેમાં એનસીબીએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી હતી.

ત્યારે કોર્ટે તેના પર મહોર લગાવતા રિયાને 22 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં ધકેલી દીધી છે. NCBએ સ્પષ્ટ કર્યુ હતું કે તે કસ્ટડી વધારવાની માંગ નહીં કરે પરંતુ રિયા દ્વારા જમાનત માંગવામાં આવશે તો તેનો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની આ કેસમાં પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.

Share This Article