ડીસાના મુડેઠા ટોલનાકા પાસેથી ઝડપાયો દારુ

admin
1 Min Read

બનાસકાંઠા ભીલડી પોલીસે ડીસાના મુડેઠા ટોલનાકા પાસેથી વિદેશી દારુ ભરેલ કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કુલ 1.92 લાખ રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, ડીસાના ભીલડી પોલીસ મથકના પીએસઆઈ એસવી આહીર તેમજ પોલીસ સ્ટાફે મુડેઠા ટોલનાકા પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે મુડેઠા ટોલ ટેક્સ નજીક કાર નંબર જીજે01 એચપી 9845ને ઉભી રાખી તલાસી લીધી હતી. જેમાંથી 37,800નો વિદેશી દારુ મળી આવ્યો હતો. પોલીસે દારુના જથ્થા સાથે બે શખ્સો તલસિંગ ભારતસિંગ રાજપુરોહિત અને ઠાકરસિંગ ઉર્ફે ગણેશભાઈ સવાઈસિંગ રાજપૂરોહિતની ધરપકડ કરી કુલ 1.92 લાખ રુપિયાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ શખ્સો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે બન્ને સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી દારુનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે સહિતની પૂછપરછ હાથ ધરી છે.

Share This Article