કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત વધુ કફોડી થઇ છે અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળીના પાંચ લાખ હેકટરના વાવેતરમાં પાછોતરા પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની દશા સાવ કફોડી કરી નાખી છે. જિલ્લામાં ખેડૂતોના મોમાં આવેલ કોળીયો કમોસમી વરસાદે છીનવી લીધો છે. પાછોતરા પડેલા કમોસમી વરસાદે ધજડીના ખેડૂતની હાલત કફોડી કરી નાખી છે. ૪૦ વિઘાની ખેતી ધરાવતા વીનું શેલડીયાએ રવિ પાકનું વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિ હાલ નથી. ઉપરથી દીકરીના લગ્ન લેવાયા છે અને કમોસમી વરસાદે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ઢોળ કરી નાખ્યું છે. ચાલીસ વીઘાની જમીન ધરાવતા ખેડૂત વીનું શેલડીયાએ પ્રાઇવેટ લોન લઈને કપાસની ખેતી કરી હતી. પણ કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યો છે. તો શા માટે કમોસમી વરસાદ નુકસાનની ભરપાઈ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા નથી થતું તેવો વસવસો વિનુ શેલડીયા કરી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
