Connect with us

ગુજરાત

રાજકોટ આગની ઘટનાના પડઘા સુપ્રીમમાં પડ્યા, સુપ્રીમે ગુજરાત સરકારનો ઉધડો લીધો

Chintan Mistry

Published

on

રાજકોટમાં ગત મોડી રાત્રે હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને લઈ ખળભળાટ મચ્યો છે. આ આગની ઘટનામાં 5 લોકો જીવતા ભૂંજાયા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે.

ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગ બાદ પણ મોટા શહેરોની હોસ્પિટલમાં એ જ બેદરકારી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે. જેને લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ખખડાવી છે.

સર્વોચ્ચ અદાલતે રાજકોટની આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને સરકારને ખખડાવીને જવાબ માંગ્યા. જસ્ટિસ ભુષણે પૂછ્યું કે આગ બુઝાવવા માટે હોસ્પિટલમાં કેમ કોઈ વ્યવસ્થા નથી? કોર્ટે એમ પણ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. કોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતમાં આ પહેલી ઘટના નથી એટલે ગુજરાત સરકાર જવાબ આપે. કોર્ટે કહ્યું કે ઘટનામાં જે લોકો જવાબદાર છે તેની ધરપકડ થવી જોઈએ. સુપ્રીમકોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ગુજરાતની ઘટના વિશે આકરા સવાલો કર્યા જે બાદ SG મેહતાએ કોર્ટને હૈયાધારણ આપી કે તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું.

ગુજરાત

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

Chintan Mistry

Published

on

ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરાંની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે.  26મી જાન્યુઆરીએ જ્યાં સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી. તેવામાં સુરતના અમુક હોમગાર્ડ જવાન અલગ જ પ્રકારની ઉજવણી કરતાં હતા. સુરતના ઓલપાડના દભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હતી. અને માથે બોટલો મૂકી સરેઆમ ડાન્સ પણ કર્યો હતો. જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ પાર્ટીની મોજ ચાલી રહી હતી.

આ પાર્ટીમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ સામેલ હતો.  વીડિયોમાં 6 થી 7 યુવકો દારૂની પાર્ટી માણતા દેખાઈ રહ્યાં છે. યુવકો બીચ પર હંગામો કરતા દેખાઈ રહ્યાં છે. પહેલા તો દારૂની બોટલ અને બાઈટિંગ નજરે પડે છે. તો બાદમાં યુવકો માથા પર દારૂની બોટલ મૂકીને નાચવા લાગે છે. ફિલ્મો ગીતો વગાડીને યુવકોએ ઠુમકા માર્યા હતા. દરિયા કિનારે નાચગાન કરી રહેલા આ યુવકો નશામાં ચૂર થયેલા દેખાઈ રહ્યાં છે.  જો સુરક્ષાનું ધ્યાન રાખનારા હોમગાર્ડના જવાનો  જ આ રીતે ખુલ્લેઆમ દારૂ પીતા દેખાય તો શરમજનક વાત કહેવાય. આવા જવાનો પર કાર્યવાહી ક્યારે થશે. ક્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળમાંથી નીકળીને બહાર આવશે અને તેનીન કડક અમલવારી કરાશે, જેથી આવી ઘટનાઓને ડામી શકાય.

Continue Reading

ગુજરાત

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

Chintan Mistry

Published

on

કાશ્મિર- હિમાલયની પર્વતમાળામાં થઈ રહેલા બરફ વર્ષા અને ઉતર-પૂર્વ દિશામાંથી વહેતા ઠંડા હિમ પવનના કારણે, ગુજરાતમાં ઠંડીનું મોજૂ ફરી વળ્યુ છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.4 ડીગ્રી નોંધાઈ છે. તો બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો, 8.5 ડીગ્રીએ અટક્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 9.8 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડીગ્રી, અમેરલીમાં 11.2 ડીગ્રી, ભાવનગરમાં 11 ડીગ્રી, ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં ઠંડીનો પારો 11 ડીગ્રીએ અટક્યો હતો.

જ્યારે વડોદારમાં 11.6 ડીગ્રી, સુરતમાં 13.8 ડીગ્રી, ગાંધીનગરમાં 9 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનુ પ્રમાણ જળવાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 31મી જાન્યુઆરી ઠંડીના ચમકારાની આગાહી આપવામાં આવી છે. જેને લઇને મોટાભાગના શહેરોમાં 4 ડિગ્રી સુધી પારો ગગડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને અમદાવાદ સહીતના શહેરો ઠંડાગાર જોવા મળ્યા હતા.

Continue Reading

અમદાવાદ

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

Chintan Mistry

Published

on

આગામી પહેલી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, કેબિનેટમાં ધોરણ 9 અને 11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અગાઉ ધો. 10,12માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે. બીજીબાજુ કોરોનાની ગાઈડલાઈન મુજબ ટ્યુશન ક્લાસ 1 ફેબ્રુઆરીથી શરુ કરવા પણ અનુમતી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

Continue Reading
બજેટ 20212 hours ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ2 hours ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત3 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ4 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત8 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ10 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ11 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.