અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં હઝરત મહંમદ પેગંબર સાહેબના જન્મ દિવસ પર જશને ઈદે મિલાદ અવસરે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજનું જુલુસ શહેરના વિવિધ માર્ગો પર ફરીને શહેરના વિજય ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યો હતો,આ તકે બગસરા શહેરમાથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા ત્યારે બગસરા શહેરના જુમ્મા મસ્જિદ સુન્ની મુસ્લિમ સમાજ ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિવિધ માર્ગો ઉપર જુલુસનું સ્વાગત કરવામાં આવ્યુ હતું જુલુસ દરમિયાન ઠંડા પીણા આઈસ્ક્રીમ જેવા વિવિધ પ્રકારના પ્રસાદીરૂપે આપવામાં આવ્ય હતા. બગસરા શહેરમાં ભાઇચારા નું પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજ દરેક તહેવારની અંદર ભાઇચારા સાથે ઉત્સવ ઊજવણી કરવામાં આવે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
