શિનોર તાલુકાના મીંઢોળ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અશોકભાઈ ફોગટભાઈ પાટણ વાડિયાને જિલ્લા વિકાસ અધિકારીએ દૂર કરેલા ઉપસરપંચની ફરજો માટે ફરજ મોકૂફી સુધી હંગામી ઉપસરપંચની ચૂંટણી આજરોજ યોજવામાં આવી હતી. મીંઢોળ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અશોકભાઈ ફોગટભાઈ પાટણવાડિયાને જિલ્લા વિકાસ અધિકારી વડોદરા દ્વારા તારીખ – ૨૦/૮/૨૦૧૯ ના દિવસે પંચાયત અધિનીયમ ૧૯૯૩ ની કલમ ૫૯(૧) હેઠળ ઉપસરપંચના હોદ્દા પરથી મોકૂફ કરવામાં આવેલા હતા. જેથી ઉપ સરપંચ અશોકભાઈ પાટણવાડિયા દ્વારા ગાંધીનગર વિકાસ કમિશનરમાં અપીલ દાખલ કરી હતી. પરંતુ કોઈ મનાઈ હુકમ ન થતા તાલુકા વિકાસ અધિકારી શિનોર દ્વારા તારીખ – ૧ ના રોજ એજન્ડા કાઢી ઉપસરપંચ ની સઘરી ફરજો બજાવવા, મોકૂફીના સમયગાળા સુધી મીંઢોળ ગ્રામ પંચાયતની બેઠક માટે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં મીંઢોળ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ૯ સભ્યો પૈકી સરપંચ સાથે અન્ય પાંચ સભ્યો ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા .
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
