ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણી

admin
1 Min Read

ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણી આગામી ૩૦મી ઓગસ્ટે યોજાનાર છે ત્યારે ડભોઇ માં છેલ્લા કેટલા વર્ષોથી પ્રગતી પેનલના દિલીપભાઈ નાગજીભાઈ પટેલ ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓએ પણ પોતાનુ ઉમેદવારી પત્ર આજરોજ સોમવારે ભર્યુ હતુ. આ ઉપરાંત ચાલુ સાલે યોજાનારી ચૂંટણી માટે ભાજપ પ્રેરીત વિકાસ પેનલના અતુલભાઈ પટેલે પણ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આમ ચાલુ સાલે બંને પેનલના કુલ ૨૮ ઉમેદવારો ઉપરાંત અન્ય ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં કુલ ૬૯૦ મતદારો મતદાન કરશે. આજે સોમવારે ઉમેદવારી ફેર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ચૂંટણીના ધમધમાટ વચ્ચે ડભોઇ એપીએમસી મેદાન ખાતે આવેલી કચેરી ખાતે બન્ને પેનલના તમામઉમેદવારોએ ચૂંટણી અધીકારીને પોતાના ફોર્મ સુપ્રત કર્યા હતા

Share This Article