ડભોઇના ચનવાડા બ્રિજની ઘટના

admin
2 Min Read

ડભોઇ તાલુકાનાં તિલકવાડા રાજ્યઘોરી માર્ગ પર ચનવાડા-અકોટી ઓરસંગ નદીનાં બ્રિજ પરથી તાલુકાનાં રાજપુરા ગામના 19 વર્ષિય યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીનાં પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ પણ ઘટનાં સ્થળે પહોંચી, તાજેતરમાં જ તિલકવાડા તાલુકાનાં સાહેબપુરા ગામે ભોગ બનનારની સગાઇ કરવામાં આવી હતી. જેની મંગેતરને મુકી તે પરત વડોદરા જવા રવાનાં થઇ રહ્યો હતો. ડભોઇ તાલુકાનાં રાજપુરા ગામે રહી વડોદરા ખાતે મોબાઇલ રીપેરીગ કરી પેટીયું રડી ખાતો હતો. તીર્થરાજ ઉર્ફે રાહુલ વિઠ્ઠલભાઇ તડવી જેની તાજેતરમાં જ તિલકવાડા તાલુકાનાં સાહેબપુરા ગામે સગાઇ થઇ હતી. જેનાં લગ્ન પણ ટુંક સમયમાં જ સ્વસહાય જૂથો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે દ્વારા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાના પ્રતિભાવો ઓનલાઈન અપલોડ કરવામાં આવી રહ્યું છે. સાસરીમાંથી પરત વડોદરા શેઠની દુકાને જવા નીકળેલા તીર્થરાજે આખરી ફોન સવારનાં 9.30 કલાકના સુમારે પોતાનાં શેઠને ફોન કરી જણાવ્યુ હતું કે “બોલ્યુચાલ્યુ અને ખાઘુ પીધુ માફ કરજો શેઠ” હું હવે આવી શકુ નહીં કહીને ફોન કાપી નાખ્યો. જેથી શેઠે તેની ઘરે તેનાં માતા-પિતા ને જણાવ્યંુ કે રાહુલ ક્યાં છે તેની તપાસ કરો. મારી પર આવો ફોન આવ્યો હતો. જેથી પરિવારજનોએ તેની સાસરી તથી સગા સબંધીઓને ત્યાં ફોન કરી તપાસ ચાલુ કરી. ત્યાં ઓરસંગ નદીનાં બ્રિજ પર તેની બાઇક હોવાનાં સમાચાર મળ્યાને શોધખોળ ચાલુ થઇ.

Share This Article