ગાયથી થનારા ફાયદા અને તેના પ્રચાર માટે હવે લેવાશે પરીક્ષા

admin
2 Min Read

દેશભરમાં ગાયથી થનારા ફાયદા અને તેના પ્રચાર માટે હવે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાનું નામ કામધેનુ ગૌ વિજ્ઞાન પરીક્ષા રાખવામાં આવ્યુ છે.  

મળતી માહિતી મુજબ, મોદી સરકાર હવે તમારા માટે એક પરીક્ષા લાવી છે જેમાં ગાયો વિશેની વિવિધ બાબતોના પ્રશ્ન પૂછવામાં આવશે. માહિતી પ્રમાણે આ પ્રકારની આ પહેલી પરીક્ષા હશે અને કેન્દ્રીય પશુપાલન મંત્રાલયની અંતર્ગતન આવતું રાષ્ટ્રીય કામધેનુ આયોગ આ પરીક્ષા લેશે. દેશની કોઈપણ વ્યક્તિ આ પરીક્ષામાં સ્વેચ્છાએ આપી શકશે. જેઓ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેઓએ કામધેનુ કમિશનની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ પરીક્ષા ચાર વિભાગમાં રહેશે.

પ્રાથમિક સ્તરે, આઠમા વર્ગના વિદ્યાર્થીઓ માટે, ત્યારબાદ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે, ત્રીજા વર્ગમાં 12માં ધોરણથી વધુ આગળ માટે અને ચોથા વર્ગમાં સામાન્ય માણસો માટે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પરીક્ષા માટે કોઈ ફી રહેશે નહીં. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, અન્ય 12 પ્રાદેશિક ભાષાઓમાં પણ આ પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્નપત્ર 100 અંકનું હશે અને બધા પ્રશ્નો મલ્ટિપલ ચોઈસ ધરાવતા (ચાર વિકલ્પો સાથે) હશે. પરીક્ષા માટે એક અભ્યાસક્રમ અને અભ્યાસક્રમની સામગ્રી પણ તૈયાર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કામધેનુ આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ક્યારે લેવાશે પરીક્ષા

આ પરીક્ષા કામધેનુ રાષ્ટ્રીય આયોગ દ્વારા લેવામાં આવશે. પરીક્ષા ઓનલાઇન માધ્યમથી 25 ફેબ્રુઆરી 2021એ આયોજિત કરવામાં આવશે.

કોણ લઇ શકશે પરીક્ષામાં ભાગ 

આ પરીક્ષા ચાર સ્તર પર લેવામાં આવશે. આમાં પ્રાથમિક લેવલ (8માં ધોરણ સુધી) સેકેન્ડરી લેવલ (9થી12 ધોરણ સુધી ) કોલેજ લેવલ (12માં ધોરણ બાદ  અને એક જનરલ પબ્લિક કેટેગરી પણ છે.

Share This Article