સ્ટ્રીટ ડોગ્સને ખાવાનુ ખવડાવતી જોવા મળી શ્રદ્ધા

admin
1 Min Read

બોલિવુડની ખુબસુરત એકટ્રેસીસમાની એક શ્રદ્ધા કપુર અત્યારે પોતાની ફિલ્મ સાહોને લઈને ખુબ જ વ્યસ્ત છે. શ્રદ્ધાની ફિલ્મ સાહો ૩૦ ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે.

સાહોના ટ્રેલરમાં શ્રદ્ધાના રોલને લોકોએ ખુબ પસંદ કરી છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરતી હોય છે અને તેને હમણાં ખુબ જ ક્યુટ વિડીયો શેર કર્યો છે. અને હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં શ્રદ્ધા સ્ટ્રીટ ડોગ્સને ખાવાનુ ખવડાવી રહી છે.

શ્રદ્ધાની એક પછી એક 2 ફિલ્મો આવી રહી છે. સાહો બાદ તેની બીજી ફિલ્મ છીછોરે 6 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે.પહેલા ફિલ્મ ૩૦ ઓગસ્ટના રોજ રીલીઝ થવાની હતી પણ પછી તેની રીલીઝ ડેટ બદલી નાખવામાં આવી હતી. નિતેશ તિવારીની ફિલ્મ છીછોરેમાં શ્રદ્ધા કપુર સાથે સુશાંત સિંહ રાજપૂત, પ્રતિક બબ્બર, સિદ્ધાર્થ નારાયણ, વરુણ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Share This Article