બગસરાના નવી હળીયાદ, મુંજીયાસર, ડેરીપીપરીયા, ઘંટીયાણ સહિતના ગામોના ખેડૂતોમાં વીજપ્રશ્ને નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે. આજે નવી હળીયાદમાં ખેડૂતોએ નવી હળીયાદ ખાતે 66 કેવી સબ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો. હાલમાં કપાસના પાકને પીયતનો સમય હોય અને ગામમાં જંગલી જનાવરનો ખૂબ જ ત્રાસ છે. થોડા સમય પહેલા ગામની સીમની બાજુમાં આવેલ ઘંટીયાણ ગામમાં દીપડાએ મજૂર ઉપર હુમલો કરેલ. જેમાં મજૂરનું અવસાન થયેલ. જે અંગે અવાર નવાર તા.30/819 અને તા.1પ/9/19ના રોજ આ અંગે લેખિતમાં જાણ પણ કરેલ પરંતુ પ્રશ્ન અંગે કોઈ જ પ્રકારનું ઘ્યાન આપવામાં આવતું નથી. તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. નવા પીપરીયા, આદપુર સહિતના ગામોના ખેડૂતોએ જણાવેલ છે કે પી.જી.વી.સી.એલ. દ્વારા જયોતિ ગ્રામ અને ખેતીવાડી લાઈનમાં અવાર નવાર લાઈટ ફોલ્ટ થતા હોય અને જયોતિ ગ્રામ યોજના હોવા છતાં ગામજનોએ ર4 કલાક લાઈટ આપવાના બદલે 10 કલાક જ લાઈટ ફાળવાતી હોય તેમજ વધુ રીપેરીંગમાં જ ફાળવાતો હોય. ખેતીવાડીના ફોલ્ટ હોય ત્યારે ફોલ્ટ લખાવવા છતાં દસ-દસ દિવસ સુધી રીપેરીંગ કરવામાં આવતું નથી. જયોતિ ગામમાં જયારે લાઈટના ફોલ્ટ આવતા હોય ત્યારે પાંચ પાંચ કલાક સુધી રીપેરીંગ કરવામાં આવતું નથી. ફોલ્ટ લખાવીએ ત્યારે બે કલાક પછી લાઈટ આવે તેવો જવાબ આપવામાં આવતો હોય છે અને લાઈટ બેજ મિનિટમાં આવી જતી હોય છે. જો ફોલ્ટ ના હોય તો ગામજનોને ખોટું બોલી હેરાન કયાં કારણોથી કરવામાં આવે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -