સુઈગામ તાલુકાના ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના ગામડાંઓમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યાં વાવાઝોડા, વરસાદ અને  ઈયળોનો ઉપદ્રવ થતા પાકને નુકશાન થયું હોવાનું સામે આવતાં ખેડૂતો મુજવાયા હતા. આ બાબતે તાત્કાલિક સહાય પાળે તે માટે ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. તે સિવાય સુઈગામ પંથકમાં અત્યારે કુદરતની આફત સામે ખેડૂત ઝઝુમી રહ્યો છે. ભરશિયાળે ચોમાસાની મોસમ હોય તેવું વાતાવરણ સર્જાયું છે અને ઠેરઠેર કમોસમી વરસાદના કારણે ચોમાસુ પાકને મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સુઈગામમાં બનાવવામાં આવેલ પેટા કેનાલોમાં માઈનોર કેનાલના અત્યારે નિગમ દ્વારા શિયાળુ પાકના વાવેતર માટે પાણી છોડવામાં ન આવતા ખેડૂતોને શિયાળુ સિઝનનું વાવેતર થવામાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈ અનેક વખતે રજૂઆત કરવાછતાં પણ કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી. જે કેનાલોમાં પાણી છોડવામાં આવેલ તે કેનાલમાં મોટા ગાબડા પડવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. ક્યાંક કેનાલોમાં સફાઈ કરવામાં આવતી નથી અને કેનાલોમાં ભંગાણ પડયા છે તે જગ્યાએ રિપેરીંગ કામ પણ કરવામાં આવતું નથી.

Share This Article