ખેડૂતોને થશે ફાયદો : પીએમ મોદીએ અગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કર્યું લોન્ચ

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11 કલાકે વિડિયો કોન્ફરન્સ મારફતે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રુપિયાની ધિરાણ સુવિધાની શરુઆત કરાવી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન યોજના અંતર્ગત 8.5 કરોડ ખેડૂતોને 17 હજાર કરોડ રુપિયાનો છઠ્ઠો હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, પીએમ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સ મારફતે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડની નાણાંકીય સુવિધાની શરુઆત કરાવી હતી. આ અવસર પર પીએમ કિસાન સનમાન યોજનાના છઠ્ઠા હપ્તાના 2000 રૂપિયા પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જે અંતર્ગત દેશના કુલ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સનમાન નિધિ સ્કીમ હેઠળ દેશના 8 કરોડ 69 લાખ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ત્રણ હપ્તાના 6000-6000 રૂપિયા અત્યાર સુધી જમા કરાવવામાં આવ્યા છે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ માહિતી આપી હતી.

(File Pic)

તેમણે જણાવ્યુ હતું કે આ કાર્યક્રમમાં ‘પીએમ કિસાન યોજના’ અંતર્ગત સહાયતા રકમના છઠ્ઠા હપ્તાની ચૂકવણીની શરૂઆત કરાવવામાં આવી છે. જેમાં 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ ટ્રાન્સફર કરાશે. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, દેશમાં ચાલી રહેલ કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતોને મદદરૂપ સાબિત થશે.

(File Pic)

મહત્વનુંછે કે, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ-કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં એક લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના ઈન્ટરેસ્ટ ગ્રાન્ટ અને નાણાકીય સહાયતા દ્વારા પાક લણ્યા બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને સમુદાય કૃષિ સંપત્તિ માટે યોજનાઓમાં રોકાણ કરવા માટે મધ્યમ અને લાંબા ગાળાની લોનની સુવિધા આપશે. એક લાખ કરોડ રૂપિયાના ફંડથી પ્રાથમિક કૃષિ લોન સમિતિઓ (PAC), ખેડૂત સમૂહો, કિસાન ઉત્પાદક સંગઠનો, કૃષિ ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ અને કૃષિ તકનીક ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય મળશે.

Share This Article