અમરેલી જિલ્લાના વડીયા ખીજડીયા ગામે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ધરતીપુત્રોના માથે આભ તૂટી પડયું છે. વરસાદે તો ખેડૂતોના મગફળીના પાકને મોટાપાયે નુકસાન પહોંચાડયું છે. તેમજ ખેતરમાં મગફળીના પાથરા વરસાદી પાણીમાં તરતા થઇ ગયા છે. એવીજ પરિસ્થિતિ કપાસના પાકમાં થઇ છે. કપાસના ફુલમાં પાણી ભરાઇ જતાં કપાસ કાળો પડી જશે. જેનું કોઇ લેવાલ હોતું નથી. ઉલ્લેખનીય છે કે ક્યારની ઈફેક્ટના પગલે રાજ્યભરમાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, અને રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. માવઠાની અસરથી ખેત પેદાશને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. બદલાયેલા વાતાવરણની અસર રાજકોટમાં પણ જોવા મળી. રાજકોટના માધાપર ચોકડી પાસે વરસાદ પડ્યો. અચાનક પડેલા વરસાદથી રાહદારીઓ અને વાહન ચાલકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
