કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, ઉનાળુ પાકમાં થયું નુકસાન

admin
1 Min Read

એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની કપરી પરિસ્થિતિ છે. આ લોકડાઉનનાં પગલે બધાના ધંધા રોજગાર બંધ થયા છે. તો બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ખાંભા પંથકમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું. ખાંભાના રાયડી, પાટી, માણસા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખાંભાના નેસડી, સરકડીયા, વાવડી ગામમાં પણ વરસાદ થયો હતો. તેમજ ગીર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગીર પંથકમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તેમજ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની સંભાવના છે અને ઉનાળુ પાકને વ્યાપક નુકશાન પહોચવાનો ખેડૂતોમાં ભય સર્જાયો હતો.

Share This Article