બિહારના મોકામા વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અનંત સિંહ ફરાર થયા બાદ પહેલીવાર કેમેરા સામે આવ્યાં અને પોતાની વાત રજુ કરી. તેમણે અનેક મીડિયા હાઉસને આ વીડિયો મોકલાવ્યો અને કેટલાક મામલે પોતાની વાત પણ રજુ કરી હતી. અનંત સિંહે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે મને ધરપકડથી ડર લાગતો નથી. મારા બીમાર મિત્રને જોવા માટે આવ્યો છું. 3-4 દિવસમાં સરન્ડર કરી દઈશ પરંતુ સરન્ડર કરતા પહેલા હું મારા ઘરે જઈશ અને મીડિયા સાથે વાત કર્યા બાદ સરન્ડર કરીશ.બિહારના મોકામા વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અનંત સિંહ ફરાર થયા બાદ પહેલીવાર કેમેરા સામે આવ્યાં અને પોતાની વાત રજુ કરી. તેમણે અનેક મીડિયા હાઉસને આ વીડિયો મોકલાવ્યો અને કેટલાક મામલે પોતાની વાત પણ રજુ કરી.અનંત સિંહે કહ્યું કે તેમણે નીતિશકુમારને મળવાનો સમય માંગ્યો છે પરંતુ નીતિશકુમારે તેમને મળવાનો સમય આપ્યો નથી. આથી ત્યારબાદ તેઓ પોતાના બીમાર મિત્રને જોવા માટે ગયા છે. ફરાર અપરાધી છોટન સિંહને શરણ આપવાના મામલે અનંત સિંહે કહ્યું કે જે કેમાં છોટન સિંહની ધરપકડ કરવામાં આવી છે તે કેસ સરકારે પહેલેથી ખતમ કરી દીધો છે. લિપિ સિંહે કહ્યું છે કે અનંત સિંહ પર કોઈ કેસ નથી. ખતમ એટલા માટે કરાયો જ્યારે સારો કેસ અમને મળી ગયો તો નબળો કેસ કેમ રાખીએ અને અમારા કુટુમની ધરપકડ કરી લીધી. અનંત સિંહે કહ્યું કે ધરપકડ કરાયેલો છોટન સિંહ તેમનો સંબંધી છે. જે કેસને ખતમ કરી દેવાયો હતો તે કેસમાં છોટન સિંહને ફ્લેટમાંથી ઉઠાવીને લઈ ગયા. અમે ઓર્ડર આપનારા છીએ અને છોટન સિંહ ગોળી ચલાવનારો છે. તો અમે દોષિત નથી અને તેને લઈને પોલીસ જતી રહી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -