ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની દહેશત

admin
1 Min Read

ચીનના વુહાન પ્રાંતમાંથી ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણે હાલ વિશ્વભરના અનેક દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. ભારતમાં પણ દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

તેવામાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાયરસના 7 હજારની આસપાસ કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ 4 હજારને પાર કરી ગયો છે. જેથી હવે કોરોના ભારતમાં ત્રીજા તબક્કામાં પહોંચી ગયો હોવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

દેશના 10 શહેરોમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ છે. સર્વેક્ષણ માટે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ ઓફ મેડિકલ રીસર્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા પ્રોટોકોલ પણ તૈયાર કરાયા છે. સૌથી વધુ કેસ ધરાવતા 10 શહેરોમાં મુંબઈ, દિલ્હી, પુણે, અમદાવાદ, થાણે, ઈન્દૌર, જયપુર, ચેન્નાઈ અને સુરતનો સમાવેશ થાય છે.

આ શહેરોમાં સેરો સર્વે કરવામાં આવશે. સેરો સર્વેક્ષણમાં લોકોના એક ગ્રુપના બ્લડ સીરમ એકત્રિત કરી જુદા જુદા સ્તરે તેનું નિરીક્ષણ કરવામાં આવશે. જેથી કોરોનાના સ્કેલને શોધી શકાશે. કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ટ્રેન્ડને શોધવા માટે લોકોના બ્લડ સીરમની તપાસ કરવામાં આવશે. દરેક જિલ્લાના 10 ક્લસ્ટરોમાંથી 400 લોકોના લોહીના નમૂના લેવામાં આવશે. ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિના નમૂના લેવામાં આવશે. ICMR, આરોગ્ય વિભાગ, NCDC, રાજ્ય આરોગ્ય વિભાગ અને ડબ્લ્યુએચઓની મદદ સાથે આ સર્વે હાથ ધરવામાં આવશે.

Share This Article