સરહદ પર યુદ્ધના ભણકારા : સેના પાસે પુરતા શસ્ત્ર અને દારુગોળો : રક્ષા મંત્રી

admin
2 Min Read

ભારત અને ચીન વચ્ચે એલએસી પર ચાલી રહેલ તણાવ અંગે રક્ષા મંત્રી રાજનાથસિંહે મંગળવારે વિસ્તારપૂર્વક લોકસભામાં નિવેદન આપ્યુ હતું. ચીન સાથે ચાલી રહેલ ઘર્ષણને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આ મામલે રાજનાથસિંહે જણાવ્યું કે, સરહદ પર ભારતીય જવાન સતર્કતા રાખી રહ્યા છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા પણ તૈયાર છે.

રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજે હું આ ગરીમામય સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને અવગત કરાવવા માટે આવ્યો છું. પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસી વીર જવાનો સાથે ઉભા છે. મેં પણ શુરવીરો સાથે સમય વિતાવ્યો હતો. રાજનાથસિંહે જણાવ્યું કે, ભારતના સૈનિકોએ જરુરીયાત પ્રમાણે શૌર્ય અને સંયમનો પરચો આપ્યો છે. ભારતના સૈનિકોએ ચીની સૈનિકોને જવાબ આપ્યો છે.

રાજનાથ સિંહે ચીનને વાતચીતનો પ્રસ્તાવ આપતા પણ જણાવ્યું કે, જો ડ્રેગન સરહદ પર કોઈપણ પ્રકારની હરકત કરશે તો આપણા જવાન તેમને યોગ્ય જવાબ પણ આપશે. રક્ષા મંત્રીએ એ પણ જણાવ્યું કે, સેના માટે વિશેષ અસ્ત્ર-શસ્ત્ર અને દારુગોળાની પર્યાપ્ત વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. સાથે જ તેમને રહેવા માટે પણ યોગ્ય સુવિધા આપવામાં આવી છે. રાજનાથસિંહે જણાવ્યું કે, લદ્દાખમાં આપણે એક પડકારજનક સ્થિતિમાંથી હાલ પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આ સમયે આપણે ભારતીય જવાનોની વીરતાનો અનુભવ કરાવતા તેમને સંદેશ આપીએ કે સંસદ તેમની સાથે ઉભુ છે.

Share This Article