ગોધરામાં કાર શો રૂમમાં લાગી આગ

admin
1 Min Read

ગોધરાના દાહોદ હાઇવે ઉપર આવેલા પ્રેસિડેન્ટ હુંડાઈના શોરૃમમાં પાછળના ભાગે સ્પેર પાર્ટ્સ વિભાગ આવેલો છે. જેમાં સોમવારે સવારે અચાનક જ શોર્ટ ર્સિકટ થવાથી આગના ધુમાડા નીકળતા જોવાયા હતા. આગ લાગી હોવાની જાણ થતાં જ શોરૃમના માલિક સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા અને બીજી તરફ્ પાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.પાલિકાની ફયર ટીમ ત્રણ ફાઈટર ટેન્ડર સાથે પહોંચી ગયા હતા. આગ સ્પેર પાર્ટ્સ વિભાગમાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. જેની સામે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગજની દરમિયાન શોરૃમના આગળ કે અન્ય કોઈ નવા જુના વાહનોને નુકશાન પહોંચ્યું નહતું.ઉલ્લેખનીય છે કે ગોધરા દાહોદ રોડ પર આવેલા કાર શોરૃમના સ્પેરપાર્ટ ડિપાર્ટમેન્ટમાં અચાનક આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા ત્રણ લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

Share This Article