સુરતના સિલ્કસિટી કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગ લાગવાની ઘટના સામે આવી છે. હાલમાં 6થી વધુ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે કાપડનો જથ્થો હોવાથી આગના કારણે ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. ફાયરના મોટા કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ કયા કારણસર લાગી તેનું કારણ અંકબંધ છે. સુરત ફાયર વિભાગ દ્વારા સ્નેચર દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો પણ શરુ કરી દેવામાં આવ્યા હતા. આગના બનાવમાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. બીજીબાજુ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -