પ્રસ્થાનમનો ફર્સ્ટ લુક રીલીઝ

admin
1 Min Read

બોલીવુડ અભિનેતા સંજય દત્ત સ્ટારર ફિલ્મ પ્રસ્થાનમનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલીઝ થયુ છે. પોસ્ટરમાં સંજય દત્ત સાથે ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, અલી ફજલ અને સત્યજીત દુબે પણ જોવા મળી રહયા છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થવાની છે. પોસ્ટરમાં ફિલ્મનો એક ડાઈલોગ પણ લખવામાં આવ્યો છે. સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘મળો બલદેવ પ્રતાપ સિંહ અને તેની ફેમીલીને..’ .ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા રીલીઝ થઈ ચુક્યું છે અને ટીઝરને ૪૫ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને હવે જલ્દી તેનું ટ્રેલર રીલીઝ થવાનું છે. આ ફિલ્મ સંજય દત્તના પ્રોડક્શન બેનર નીચે બનેલી છે. ફિલ્મ ૨૦૧૦ ની તેલુગુ ફિલ્મ પ્રસ્થાનામની હિન્દી રીમેક છે. ફિલ્મનું ડાઈરેકશન દેવા કટ્ટાએ કર્યું છે.સંજય દત્તની પત્ની માન્યતા દત્ત આ ફિલ્મની નિર્માતા છે.

Share This Article