શિનોરના સાધલી ગામે ધ્વજવંદન કાર્યક્રમ

admin
1 Min Read

દેશમાં 73માં સ્વતંત્રતા દિવસને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. . કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, દરેક જગ્યાએ દેશવાસીઓએ આઝાદીના આ પર્વને સેલિબ્રેટ કર્યો હતો. ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ છોટાઉદેપુરમાં ઉજવવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યના જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શિનોર તાલુકાના સાધલી ગામે ઓવલ મેનન વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી ગણપત વસાવાએ ધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમમાં જેમાં સાધલી ગ્રામ પંચાયતના સરપંચ ઉષાબેન વસાવા અને ઉપ સરપંચ જતીનભાઈ પટેલ સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કુલના વિદ્યાર્થીઓએ વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લગાવી સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવી દીધો હતો. મનન વિદ્યાલય સાધલી ખાતે ઉપસ્થિત સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉષાબેન વસાવા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

Share This Article