એક સમય એવો હતો જ્યારે લોકો વરસાદના આગમનની કાગડોળે રાહ જોતા હતા. આજે લોકો વરસાદના જવાની ચાતકડોળે વાટ જોઈ રહ્યા છે. જ્યાં ૧૫૦૦ ફુટ સુધી પાણી નહોતું નીકળતું એવી સૌરાષ્ટ્રની ધરતી આ વખતના વરસાદથી સુજલામ બની ગઈ છે. આજના વરસાદથી ૭૫ જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. તેમાંથી ૭૩ ડેમ ઓવરફ્લો વહી રહ્યા છે. રાજકોટ જીલ્લાના જામકંડોરણાનો ફોફળ ડેમ પણ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં નવાં નીરની આવક જોવાં મળી હતી અને દુધીવદરથી જામકંડોરણાનાં ભાદરા તથા આજુબાજુ ગામોને જોડતો પુલ ઉપરથી પણ પાણી ફરી વળ્યાં છે જેથી અમુક ગામોમાં જવાં માટે લોકોને હેરાનગતી વેઠવી પડી રહી છે. ત્યારે સ્થાનિક લોકો ન્હાવાની મોજ માણતા નજરે પડ્યા હતા. તો બીજીબાજુ ફોફળ ડેમ ઓવરફ્લો થતાં જામકંડોરણા તથા ધોરાજી તથા આજુબાજુના તમામ ગામોને પીવાના પાણી અને સિંચાઈ માટે હવે એક વર્ષ સુધી વાંધો નહિ આવે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -