શિનોરના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી

admin
1 Min Read

શિનોર તાલુકા ના મોટા ફોફળિયા ગામે નવી નગરીમાં રહેતા ગીતાબેન રમણભાઈ વસાવા ના મકાનમાં એક ઇસમ ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટ નો વિદેશીદારૂ નો મુદ્દામાલ અનઅધિકૃત રીતે વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખેલ હોવાની બાતમી ના આધારે શિનોર પોલીસ સ્ટાફ ના માણસો સાથે ખાનગી વાહનમાં મોટા ફોફળિયા ગામે ઉપરોક્ત બાતમી વાળી જગ્યા એ તપાસ કરતા સ્થળ પરથી મુન્નાશા કાલુશા દિવાનના મકાનમાં રસોડાના ભાગે એક ખૂણામાં લાકડા નીચે એક કાલા કલરનો થેલો મળી આવ્યો હતો.જેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ઓફિસર ચોઇસ ક્લાસિક વહીસ્કીની કાચની બોટલ મળી આવી હતી.સ્થળ પરથી ઝડપાયેલ ઇસમ પાસે પાસ પરમીટ માગતા તેની પાસે નહિ હોવાનું જણાવતા શિનોર પોલીસે મુન્નાશા કાલુશા દિવાનને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Share This Article