કોંગ્રેસનો સાથ છોડી સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા “આપ”માં જોડાયા

admin
1 Min Read

ગુજરાતમાં હાલમાં જ છ મહાનગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારુ પ્રદર્શન કરી  સુરતમાં કોંગ્રેસને પછડાટ આપી વિપક્ષનું સ્થાન મેળવ્યુ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી.

સુરતની જીત બાદ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સુરતના લોકોનો આભાર માનવા સુરત પધાર્યા હતા અને સરથાણા જકાતનાકા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ જાહેરસભામાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપમાં રહેલા સારા અને દેશસેવા કરવા માંગતા સ્વચ્છ છબી ધરાવતા ઈમાનદાર આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરાઈને તેમજ અરવિંદ કેજરીવાલના સંબોધનથી પ્રોત્સાહિત થઈને સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સામાજીક આગેવાન દિનેશભાઈ કાછડીયા પોતાના કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડનાર દિનેશભાઈ કાછડીયા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન દિનેશ કાછડીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

Share This Article