પૂર્વ PM નવાઝ શરીફની તબિયત લથડી

admin
1 Min Read

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત લથડતા સોમવારે રાત્રે તેમને સારવાર અર્થે લાહોરની આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને માત્ર બાર હજાર થઇ જતાં એમને તત્કાળ હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.નેશનલ એકાઉન્ટબિલીટી બ્યુરોના જણાવ્યા પ્રમાણે, તેમની પરિસ્થિતીમાં સુધારો જણાયો છે સાથે જ ડેન્ગ્યુના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના પ્લેટલેટ કાઉન્ટ 1,40,000થી 1,50,000 હોવા જોઇએ. પરંતુ નવાઝના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને માત્ર બાર હજાર થઇ જતાં તેમની તબિયત નાજુક થઇ ગઇ હતી. નવાઝ શરીફની તબિયત બગડતા તેમના ભાઈ શહબાઝ શરીફે ઈમરાન પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની યોગ્ય રીતે દેખરેખ નથી થઈ રહી. ડોક્ટર ખાને કહ્યું કે, તે શરીફને લાહોરના નેશન એકાઉન્ટલિબીટી બ્યૂરોની ઓફિસમાં મળ્યા અને તે ઘણા નાદૂરસ્ત લાગી રહ્યા હતા. તેમણે કહ્યું કે, નવાઝ શરીફને ઘણા પ્રકારની ગંભીર અને જીવલેણ બિમારીઓ છે. આ કેસ ગંભીર છે અને તેમને સારવાર માટે દાખલ કરાવવા જોઈએ. સાથે જ સોમવારે મોડી સાંજે પક્ષના મોટાભાગના કાર્યકર્તાઓ NAB ઓફિસની બહાર એકઠા થયા હતા અને અધિકારીઓ પાસે નવાઝને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાની માંગ કરી હતી.

Share This Article