અમરેલીમાં ગાંધી જયંતીની ઉજવણી

admin
1 Min Read

સમગ્ર દેશમાં 150 મી ગાંધી જયંતીની ઉજવાય છે. તેના ભાગ રૂપે બગસરા મેઘાણી હાઇસ્કુલ જીલ્લા ખાતે ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉપ.પ્રમુખ નિતેષભાઈ ડોડીયા સહિત મેઘાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ એચ.આર.શેખવા સાહેબ તેમજ શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ તકે મેધાણી હાઈસ્કુલથી સાઈકલ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને સ્વચ્છતા અભીયાન અને પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશમા સહભાગી થવા જીલ્લા પ્રમુખ હીરેનભાઈ હીરપરાએ સૌવને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ હોદેદારો, શહેરના આગેવાનો, વિદ્યાર્થીઓ નગરપાલીકાના કમૅચારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે શપથ લીધેલ હોવાનું આઇ.ટી.સેલ કન્વીનર રમેશભાઈ હિરપરાએ જણાવ્યું હતું.

Share This Article