ધાનપુરમાં ગાંધી સંકલ્પ પદયાત્રાનો પ્રારંભ

admin
1 Min Read

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પિપેરો ચોકડી પાસેથી ગાંધી સંકલ્પ પદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંત સિંહ ભાભોર ગુજરાત રાજ્ય સરકારના ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના જીલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ રાધાબેન પ્રદીપસિંહ મોહનીયા, જીલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ગાંધી સંકલ્પ પદ યાત્રામા ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પિપેરો ચોકડી પાસેથી ગાંધી સંકલ્પ પદ યાત્રા નીકળી ધાનપુર અને ધાનપુરથી પિપેરો સુધી અંદાજે છ કિમી સુધીની પદ યાત્રા કરી હતી.  રાજ હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને તાલુકાની ગાંધી સંકલ્પ પદ યાત્રાની પિપેરો રાજ હાઈસ્કૂલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Share This Article