ડભોઇમાં સૂરોના તાલે ગરબાની રમઝટ

admin
1 Min Read

ડભોઇમાં નવરાત્રિ નિમિત્તે માતાની આરાધના સમા નવરાત્રીના મંગલ પર્વનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે નવરાત્રી કરવા ભક્તિ અને શક્તિની આરાધનામા માઈ ભક્તો લીન બની જશે. ત્યારે આ પર્વમાં મહત્વતા મુજબ માતાજીના ગરબામાં સૂરો તાલે ખેલૈયાઓ હિલોળે ચડશે અને વિવિધ સૂરોના તાલે ગરબાની રમઝટ જામશે. પરંતુ તે માટે ઢોલ-નગારા સહિતના વાજિંત્રો ની જરૂર ઊભી થાય અને આવા વાજિંત્રો નવા ખરીદાય તો રીપેરીંગ કરવા માટે વર્ષોથી ડભોઇ માટેના કલા કસબીઓ છે. અહીના વાજિંત્રોના કલાકાર રમેશભાઈ ચુનીલાલ ડબગર તેમના પિતા ઇશ્વરભાઇ ચુનીલાલ તબલા વાળા પાસેથી તાલીમ મેળવી હાલ આ વ્યવસાય થકી પોતાનું ગુજરાન ચલાવે છે. પહેલા શેરી ગરબા વિવિધ વિસ્તારો અને પોળોમાં યોજાતા હતા. પરંતુ સમય બદલાતાં હવે આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક સાધનો વધી જતા જુના સાધનોનો વપરાશ ઓછો થવા લાગ્યો છે. પહેલાના જમાનામાં પ્રાચીન અને શેરી ગરબાની બોલબાલા હતી. હવે તે ધીરે ધીરે લુપ્ત થવાને આરે છે ત્યારે આજે મોંઘવારીના સમયમાં અસલી રીતે ગરબા એટલે કે શેરી ગરબા શરૂ થાય તેવી કેટલાક જુનવાણી આગેવાનોની માંગ છે.

Share This Article