ઈડરમાં ગેસનો બાટલો લીકેજ થતા બ્લાસ્ટ

admin
1 Min Read

સાબરકાંઠા ઇડરમાં એક દામોદર નામના કોમ્પલેક્ષમાં આવેલી જવેલર્સની દુકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. દામોદર કોમ્પલેક્ષમાં આવેલ આશાપુરા જવેલર્સની દુકાનમાં ગેસની બોટલ લીકેજ હતી અને તે બાદ અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો. ગેસનો બાટલો બ્લાસ્ટ થતા દુકાનના કાચના ટુકડે ટુકડા થાય હતા. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગ લગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તે તાત્કાલિકના ધોરણે ઘટના સ્થેળે આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે સરકારે થોડા દિવસો પહેલા જ ગેસના ભાવમાં ઘરખમ વધારો કર્યો હતો. દેશના પ્રમુખ મોટા શહેરોમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 76 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

 

Share This Article