હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ દેશની જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર ગૌતમ અદાણી પર ટકેલી છે. રિપોર્ટ જાહેર થયા બાદ તે સમયે અદાણીની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ધીરે ધીરે અદાણીની નેટવર્થ વધી રહી છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક દિવસ પહેલા જ દુનિયાના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. તેમની નેટવર્થમાં 3.03 બિલિયન ડોલર (લગભગ 25000 કરોડ)નો વધારો જોવા મળ્યો હતો. આ સાથે ગૌતમ અદાણીની નેટવર્થ $63.8 બિલિયન પર પહોંચી ગઈ છે.
વિશ્વના 19મા સૌથી ધનિક વ્યક્તિ
અદાણીની નેટવર્થમાં આ વધારો ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે થયો હતો. આ જ કારણ છે કે ગ્રુપના માર્કેટ કેપમાં પણ રૂ. 50,000 કરોડથી વધુનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણી હાલમાં વિશ્વના 19મા સૌથી ધનિક વ્યક્તિ છે. મંગળવારે એક દિવસ પહેલા તેઓ સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા. અદાણી ગ્રૂપ દેશમાં ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને રિયલ એસ્ટેટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $95.3 બિલિયન છે.