ગોંડલમાં ગરબીનું ભવ્ય આયોજન

admin
1 Min Read

ગોંડલમાં હિન્દૂમુસ્લિમની એકતાનું પ્રતીક બનતું શ્રી શક્તિ ગરબી મંડળ ગોંડલના જેતપુર રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી ગરબીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જેમાં વર્ષથી લઈ ૧૨ વર્ષ સુધીની 102  બાળાઓ દસદસ દિવસ માતાજીના ગરબે જુમે છે. જેમાં ખાસ વાત તો છે કે બધી બળાઓની ગરબાની પ્રેક્ટીસ એક મહિના અગાઉ મુસ્લિમ પરિવારના ઘરેથી થાય છે. જ્યાં માતાજીના ગરબા સતત ગુંજતા રહે છે અને બધી બાળાઓને પ્રેક્ટીસની સાથે સાથે ચા પાણી નાસ્તાની પણ તૈયારી ખુશીથી મુસ્લિમ પરિવારના ઘરેથી થાય છે.  તેમજ આયોજન સફળ બનાવવા શ્રી શક્તિ ગ્રુપના આસરે ૫૦ જેટલા કાર્યકરો પુરી જહેમત ઉઠાવી રહ્યા છે.

Share This Article