સુરત હીરા ઉદ્યોગ માટે ખુશીના સમાચાર : એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ ખોલવા મંજૂરી

admin
1 Min Read

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે વેપાર ધંધાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. કોરોના બાદ સુરતના ડાયમંડ ઉધોગ જાણે પડી ભાંગ્યો હતો તેવામાં ડાયમંડ ઉધોગ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

સુરતનાં એસઇઝેડમાં આવેલી 8 મોટી કંપનીઓની પહેલા હોંગકોંગ બાદ આજથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. જોકે સુરતના આ હીરો ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે.

એન્ટવર્પમાં હીરા ઉદ્યોગ ખુલવાનો છે. 600 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને હીરાની ડિમાન્ડ હવે વધશે. કોરાના વાયરસની શરૂઆત ચીનથી થતા ડાયમંડનું સૌથી મોટું હબ ગણાતું હોગકોંગના ડાયમંડ ઉધોગને સૌથી મોટો ફટકો પડ્યો હતો.

ત્યારે ગતરોજ ડાયમંડ સૌથી મોટું એક્સપોર્ટ હબ ગણાતું ર્હોગકોંગ બજાર ખુલી જતા સુરત હીરા બુર્સ ખાતેથી 3000 કરોડના શીપમેન્ટ એક્ષ્પોર્ટ હોગકોંગ ખાતે તાજેતરમાં મોકલવામાં આવ્યા છે.

કરોડો રૂપિયાના ડાયમંડ આવતા બેલ્જિયમ સરકારની આંખ ખુલી ગઇ છે. બીજી તરફ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરે આજથી એન્ટવર્પની 600 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવા માટે મંજૂરી આપી છે. જોકે, એન્ટવર્પમાં ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેકચરીંગ યુનિટોમાં કામદારો 15 મીટરનું સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

Share This Article