30 લાખ સરકારી કર્મીઓને સરકારે આપી દિવાળી ભેટ

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે નાણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલ બોનસ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયનો 30 લાખ કર્મચારીઓને લાભ મળશે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણય અંગેની જાણકારી પ્રકાશ જાવડેકર દ્વારા આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, 30 લાખ કર્મચારીઓને દિવાળી બોનસને કેબિનેટે મંજૂરી આપી છે. જેને કર્મચારીઓના ખાતામાં સીધા જમા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દશેરા કે દુર્ગા પૂજા પહેલા કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચૂકવણી શરૂ કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું કે, ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા ગત સપ્તાહે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સરકાર કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના માધ્યમથી કર્મચારી એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકશે.

Share This Article