રોવર રેન્જર સ્કાઉટ કેટેગરી હેઠળ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરતા રાજ્યપાલ

Jignesh Bhai
1 Min Read

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે, ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ- ગાઇડ સંઘનાં એવોર્ડ સમાંરભમાં સરકારી પોલીટેકનિક કોલેજની અનુરાધા યાદવ,અમિત શર્મા અને પાર્થ પ્રજાપતિને રોવર રેન્જર સ્કાઉટ કેટેગરી હેઠળ વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યા, તેમની સાથે કોલેજના અન્ય ૭૭ વિધાર્થીઓને સ્કાઉટ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

સરકારી પોલીટેકનિક કોલેજના આ ત્રણેય વિધાર્થીઓ સ્કાઉટ ટ્રેનિંગ,અધ્યાપક ડૉ.દુહિતા લખતરિયા અને ડૉ.પંકજકુમાર શર્માની લીડરશીપ હેઠળ તૈયાર થયા છે જેઓ રોવર રેન્જર સ્કાઉટ ગાઇડ પ્રવૃત્તિ માટે હિમાલય વુડ બેઝ ખાતે તાલીમ પામેલા છે.

શ્રી આચાર્ય દેવ્રવ્રતે વિધાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.

Share This Article