દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોની ફેશન હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ શકશે. જીહાં શહેરની ઓમ સિલેક્શન આ ફેશન ઉપલબ્ધ કરાવશે. ફેશનેબલ મહિલાઓની ફેશનમાં ચાર ચાંદ લગાવવા તેવા એથનિક વુમન્સ વેર માટે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી કેમ કે, ઓમ સિલેક્શનનું ઓપનિંગ અમદાવાદમાં થઈ ચુક્યું છે. જ્યાંથી વુમન્સ માટે અવનવા ફેશનબેલ ડિઝાઈન વેર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૩૦, મેપલ ટ્રી, મેમનગર ખાતે આ એક્સક્લુઝીવ શોરૂમની શરૂઆત થઈ ચુકી છે.

ગ્રાન્ડ ઓપનિંગ નિમિત્તે ગુજરાતી ફિલ્મના ફેમશ અભિનેત્રી મમતા સોનીના હસ્તે યોજાયું હતું. જેમને પણ અહીં ઉપસ્થિતિત રહીને ઓમ સિલેક્શનમાં મુકવામાં આવેલા ગાર્મેન્ટ્સની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તેના ઓનર ક્રિષ્ના પટેલ, જિગ્નેશ પટેલ, હર્ષદ પટેલ હાજર રહ્યા હતા. આ સિવાય ફેશન ક્ષેત્રે જોડાએલા લોકો તથા શહેરીજનોની ઉપસ્થિતિ રહી હતી.

અહીં તમને દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં મળતા ગાર્મેન્ટસ જોવા મળશે. જેને પહેરીને તમે અન્ય કરતા વધારે સ્ટાઈલિસ દેખાઈ શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે, અહીં તમને જે પણ માર્કેટમાં એથનિકને લઈને નવી ડિઝાઈન આવશે તે આસાનીથી મળશે.