ભારતીય સેનાને મોટી સફળતા, બે પાકિસ્તાની આતંકીઓની ધરપકડ

admin
1 Min Read

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઇ છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને પત્રકાર પરિષદ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ દરમ્યાન બંને અધિકારીઓએ કહ્યું કે ઘાટીમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીની કોશિષ કરાઇ રહી છે. જે દરમિયાન અમે બે પાકિસ્તાની ઘૂસણખોરીની ધરપકડ કરી છે. બંને આતંકીઓની 22 ઓગસ્ટે મોડી રાત્રે બારામૂલામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને આતંકી સંગઠન લશકર-એ-તોઈબા સાથે જોડાયેલા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પકડાયેલા આતંકીઓનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે, પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવા માંગે છે. પાકિસ્તાનની સેના આતંકીઓની મદદ કરી રહ્યા છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓનું નામ ખલીલ અહમદ અને મોજામ ખોકર છે. લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને જણાવ્યું કે, ઘણાં આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઢિલ્લને કહ્યું કે, પૂછપરછમાં લશકરના આતંકીઓએ જણાવ્યું છે કે, નિયંત્રણ રેખાને પાર આતંકી કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા અને હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

Share This Article