ગુજરાત : પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી, સમાજમાંથી મુખ્યપ્રધાન બને તેવી ઈચ્છા

admin
2 Min Read

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર બેઠક જોવા મળ્યા મળી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ – કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી…આ બેઠક પૂર્વે નરેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2022માં ચુંટણી જીત્યા બાદ પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી સમાજની ઇચ્છા છે. તેમજ કોઇપણ સમાજમાંથી મુખ્યપ્રધાન બને તેવું કોણ ના ઇચ્છે. બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ – અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ – સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપી હતી

આબેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઈ બાદશાહ, ઉમિયા ધામ મંદિરના જયરામ ભાઈ પટેલ, ઊંઝા મંદિરના દિલીપભાઈ નેતા, સોલા ઊમિયા ધામ કેમ્પસના વાસુદેવભાઈ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના આર.પી પટેલ તેમજ સરદારધામના ગગજીભાઈ સુતરીયા ઉપસ્થિત હતા. આજે પાટીદાર અગ્રણીઓની બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ

Share This Article