દાઉદના સાગરીત અબ્દુલ માજીદની ધરપકડ, 24 વર્ષથી હતો ફરાર

admin
1 Min Read

ગુજરાત એટીએસની ટીમને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. મહેસાણાના 1996ના આર્મ્સ હોલ કેસના ફરાર આરોપીને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. છેલ્લા 24 વર્ષથી ફરાર દાઉદના સાગરીત અબ્દુલ માજીદ કુટ્ટીની ઝારખંડમાંથી ધરપકડ કરવામાં આવી છે.

વર્ષ 1996માં મહેસાણામાંથી પાકિસ્તાની બનાવટના 125થી વધુ પિસ્તોલ , Rdx અને 750 જેટલા કાર્ટુસ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ ગુજરાત ATS દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા. આ કેસમાં અબ્દુલ માજીદ આરોપી હતો. ગુજરાત એટીએસની ગિરફતમાં આવેલો આરોપી અબ્દુલ માજિદ કુટ્ટી, 24 વર્ષથી પોલીસને ચકમો આપી રહી રહયો હતો. આરોપી ઝારખંડમાં વેશ બદલીને રહી રહયો હતો.

આ અંગેની માહિતી મળતા એટીએસે ઓપરેશન કરી ત્યાંથી તેની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલો આરોપી માજીદની ગણના દાઉદના ખાસ સાગરીતમાં થાય છે. એટીએસની તપાસમાં તેણે કબુલ કર્યું છે કે, 1996માં તે દુબઇમાં હતો ત્યારે અબુ સાલેમ તેને મળ્યો હતો અને 26 જાન્યુઆરી 1997માં મુંબઈમાં ત્રાસવાદી કૃત્યને અંજામ આપવા એક્સપલોજીવ અને હથિયારની ડિલિવરી અજમેરથી કરવા જણાવ્યું હતુ અને અબ્દુલ માઝિદ કુટ્ટીએ પોતાના સાગરીત મોહમ્મદ ફઝલને આ કામ સોંપ્યું હોવાનો ખુલાસો થયો છે. વર્તમાન સમયમાં દાઉદ સાથે સંપર્ક છે કે કેમ એ અંગે પણ ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article