પેટાચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસની જાહેરાત, 5 બેઠકો પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે મોરબી, ધારી, કરજણ, અબડાસા અને ગઢડા બેઠક પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. તો ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે.

આ ઉપરાંત ગઢડા બેઠક પરથી મોહન સોલંકી, કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા અને અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે હાલ પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, જે અંગેની જાહેરાત આગામી દિવસમાં કરવામાં આવશે.

મહત્વનું છે કે આ પહેલા રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેટાચૂંટણીની આઠ બેઠકો પૈકી સાત બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે લીંબડી બેઠક પરથી હજી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. આપને જણાવી દઈએ કે, 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. જે માટે 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાની શરુઆત થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Share This Article