ગુજરાત-ગાંધી આશ્રમ રીડેવલોપનો મેપ તૈયાર

admin
1 Min Read

આજે મહાત્મા ગાંધીજયંતી છે, ત્યારે અમદાવાદમાં સ્થિત ગાંધી આશ્રમ, જે વૈશ્વિક વારસાની ધરોહર છે. આ ગાંધી આશ્રમના સમગ્ર સંકુલને 55 એકર વિસ્તારમાં રિડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે. આશરે રૂ.1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ લાઇબ્રેરી ધરાવતા આ નવવિકસિત સંકુલની કામગીરીની દેખરેખ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી થઈ રહી છે.

ગુજરાતના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે. કૈલાસનાથનને આ માટેની સઘળી જવાબદારી સોંપવામાં આવી છે. સાબરમતી આશ્રમની વર્લ્ડકલાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે. સમગ્ર વિસ્તારને સાઇલન્ટ ઝોન બનાવવામાં આવશે અને એની સાથે આશ્રમનાં મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવવામાં આવશે. અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો-ગેલરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઇન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને એને કેન્દ્ર સરકારમાં ફાઇનલ મંજૂરી માટે મોકલાયો છે. કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવીનીકરણ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે

Share This Article