કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત સરકારે શું કર્યા ઉપાય? સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

admin
2 Min Read

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના રોજરોજ નોંધાતા કેસોમાં વધારો થયો છે. તેની સાથે જ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કહેરને લઈ સુપ્રીમ કોર્ટે હવે લાલ આંખ કરી છે. કોર્ટે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાના કારણે થયેલા મોતમાં મૃતદેહોના પૂરા સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારને કોરોના વધતા કેસ પર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે. હવે આ મામલામાં શુક્રવારે સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે આ દરમિયાન ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-19ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સૌથી ખરાબ છે. બીજીબાજુ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરતા જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં સ્થિતિ ખરાબ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે શું વ્યવસ્થા કરી છે, તેની પર વિસ્તારથી એફીડેવીટ આપવામાં આવે.મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકારને પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે. જે અંગે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Share This Article