ગુજરાતમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ કેસ આજે નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. 24 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં કોરોનાના 1081 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 54712 થઈ ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 22 દર્દીના કોરોનાથી મોત થયા છે.

(File Pic)

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2305 થયો છે. જ્યારે 24 કલાકમાં 782 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 39612 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 276 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 180, વડોદરામાં 94 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગરમાં 41, રાજકોટમાં 65, ગાંધીનગરમાં 29 અને મહેસાણામાં 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 12795 એક્ટિવ કેસ છે. જેમાં 87 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 12708 સ્ટેબલ છે.

Share This Article