ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન ફગાવ્યા, કોરોનાની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતા હતા આસારામ

admin
1 Min Read

દેશભરમાં  કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી 1100થી વધુ લોકો સંક્રમિત થયા છે. અને 29 લોકોના મોત થયા છે . હાલમાં જેલમાં રહેલા કેદીઓને પણ લોકડાઉન હેઠળ જામીન પર ઘરે મોકલવામાં આવી રહ્યા છે. જેથી જેલમાં ભીડ ઓછી રહેવાને કારણે કોરોના વાયરસનો ભય ઓછો રહે.. કોરોના વાયરસની વહેતી ગંગામાં હાથ ધોઈ અને જામીન અરજી દ્વારા જોધપુર જેલમાંથી બહાર આવવાવાનું બળાત્કાર કેસના આરોપી આસારામનું સ્વપ્ન રોળાતું નજરે પડે છે.આસારામે જોધપુર જેલમાંથી જામીન અરજી કરી અને કોરોનાનો ચેર લાગવાનો ડર દર્શાવ્યો હતો. જોકે, ગુજરાત હાઇકોર્ટે તેને જામીન અરજી નામંજૂર કરી છે. 84 વર્ષના આસારામ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી. આસારામ છેલ્લા કેટલાક વર્ષોથી રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે.

વર્ષ 2018માં આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારપી હતી. સગીરા પર બળાત્કારનો દોષિત આસારમ હાલમાં જોધપુર જેલની હવા ખાઈ રહ્યો છે ત્યારે તેણે કોરોનાની આડમાં જેલમાંથી છટકવાનો પ્લાન ઘડ્યો હતો પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.
Share This Article