ગુજરાત: વાવાઝોડું નબળું પડ્યું, રાજસ્થાન-મધ્ય પ્રદેશમા અસર વર્તાશે

admin
1 Min Read

વાવાઝાડો અંગે રાહતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. આ વાવાઝોડું થોડા સમયમાં તોફાનમાં બદલાશે અને ત્યારબાદ ધીરે ધીરે નબળું પડશે. હવામાન ખાતાના અપડેટ પ્રમાણે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકની અંદર યુપી, હરિયાણા અને રાજસ્થાનના અમુક વિસ્તારમાં હલ્કાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે ગુજરાત માથે થોડી રાહત થઈ છે.

હવામાન વિભાગે મધરાતે એક ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, રાજ્યમાં અતિ ગંભીર હાલતમાં હવે ગંભીર વાવાઝોડુ રહ્યુ છે. જેથી અનુમાન છે કે, વાવાઝોડુ ઘણા બધા અંશે નબળુ પડ્યુ છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, વાવાઝોડુ તટિય વિસ્તારમાંથી પસાર થઈ ચુક્યુ છે, તેનો પાછળનો ભાગ જમીની સ્તરથી આગળ વધી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. અહીં લાઈટો પણ ગઈ હતી. પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે.

Share This Article