ગુજરાત : CMની આજે મહત્વની બેઠક, શું ગુજરાતને મળી શકશે વધુ છૂટછાટ

admin
2 Min Read

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. ગુજરાતે હવે ધીમે કોરોના પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. હવે રાજ્યમાં દરરોજ દોઢથી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી તરસ મોટાપાયે વેક્સીનેશન થઇ રહ્યું છે. તો આ તરફ રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમ્યાન રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર થઈ શકે છે.

તેમાં થોડી રાહત આપતાં સમય વધારવામાં આવી શકે છે. શાળા-કોલેજો,ટયૂશન કલાસ માટે ઓનલાઇન શિક્ષણ યથાવત્ રહેશે. તેમજ સ્વિમિંગ પુલ ખોલવાની છૂટ મળી શકે છે, રાજ્યમાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે કેબિનેટમાં ચર્ચા સંભવ છે. રાજ્ય સરકારે 11 જૂનથી 26મી સવારે 6 કલાક સુધી વિવિધ નિયંત્રણો લાદ્યાં છે. આ નિયંત્રણોમાં હોટલ-રેસ્ટોરાંને સવારે 9થી સાંજે 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9થી સવારે 6 કલાક સુધીનો છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં થોડી વધુ છૂટ મળશે અને સંખ્યા 50થી વધીને 75-100ની થઈ શકે છે. મલ્ટિપ્લેક્સ-સિનેમાગૃહોએ હજુ મધ્ય જુલાઇ સુધી રાહ જોવી પડશે.

Share This Article