ગુજરાત : નર્મદા મૈયા બ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

admin
1 Min Read

ભરૂચ અને અંક્લેશ્વરની જનતા જેની આતુરતાથી રાહ જોઇ રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, ઈશ્વરભાઈ પટેલ સહિત ભરૂચ જિલ્લા ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શેહરીજનો ઉપસ્થિત રહ્યા હતા…ભરૂચ અને અંક્લેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ 140 વર્ષ સુધી કાર્યરત છે. તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂર ઉભી થઇ હતી.

જેથી 2015માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નર્મદા મૈયા બ્રિજનું ખાત મૂહુર્ત કર્યું હતું. ભરૂચ – અંકલેશ્વરની જનતાએ વર્ષો સુધી ટ્રાફિક જમણી સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું પરંતુ હવે તેની આતુરતાનો અંત આવી ગયો છે અને નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા આજ રોજ જાહેર જનતા માટે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Share This Article